પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે દક્ષિણ ફ્રાન્સના માર્સે પહોંચ્યા. પ્રધાનમંત્રીની મુલાકાત અંગે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પેરિસમાં શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સે પહોંચ્યા. માર્સેમાં ભારતીય સમુદાયે પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું અને ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.
બંને નેતાઓ સંયુક્ત રીતે માર્સેમાં ભારતના પ્રથમ નવા કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે, જે દક્ષિણ ફ્રાન્સમાં ભારતીય સમુદાય માટે કોન્સ્યુલર સેવાઓમાં વધારો કરશે એટલું જ નહીં પરંતુ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
Site Admin | ફેબ્રુવારી 12, 2025 9:34 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સે પહોંચ્યા.
