ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 11, 2025 7:47 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન એસ્ટોનિયાના રાષ્ટ્રપ્રમુખ અલાર કારિસ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન એસ્ટોનિયાના રાષ્ટ્રપ્રમુખ અલાર કારિસ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને નેતાઓએ ભારત-એસ્ટોનિયા સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી, જેમાં આર્થિક, IT અને ડિજિટલ, સાંસ્કૃતિક, પર્યટન અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. તેમણે બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ