ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 11, 2025 7:39 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, મશીનો નહીં, માનવીઓ પાસે AI ના ભવિષ્યની ચાવી છે.

પેરિસમાં આયોજિત AI એક્શન સમિટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ AI ના પરિવર્તનશીલ પ્રભાવ પર પ્રકાશ પાડ્યો, શ્રી મોદીએ AIને એક વ્યાખ્યાયિત બળ ગણાવ્યું. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સમિટના સહ-અધ્યક્ષતાપદે, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે AI ભૂતકાળના કોઈપણ તકનીકી સીમાચિહ્નથી વિપરીત છે, જેને શાસન માટે વૈશ્વિક, જવાબદાર અને સમાવિષ્ટ અભિગમની જરૂર છે.
શ્રી મોદીએ આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૃષિમાં ક્રાંતિ લાવીને, ટકાઉ વિકાસ લક્ષ્યો તરફ ઝડપી અને વધુ અસરકારક પ્રગતિ કરીને લાખો લોકોના જીવનમાં સુધારો લાવવા માટે AI ની ક્ષમતા પર ભાર મૂક્યો. તેમણે ટેકનોલોજીનું લોકશાહીકરણ, જન-કેન્દ્રિત એપ્લિકેશનો બનાવવા અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં, તમામને AIનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો. શ્રી મોદીએ કહ્યું કે મશીનો નહીં, પરંતુ માનવીઓ પાસે AI ના ભવિષ્યની ચાવી છે. તેમણે વૈશ્વિક નેતાઓને AI વિકાસને જવાબદારીપૂર્વક આકાર આપવા હાકલ કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ