ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 6, 2025 8:14 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની સરકાર માટે વિકાસનું મોડલ ‘રાષ્ટ્ર પ્રથમ’ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની સરકાર માટે વિકાસનું મોડલ ‘રાષ્ટ્ર પ્રથમ’ છે, જે તૃષ્ટિકરણ નહીં પણ સંતોષ પર ભાર મૂકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદનાં બંને ગૃહોનાં સંયુક્ત સત્રને કરેલા સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી મોદીએ રાજ્યસભામાં જણાવ્યું કે, દેશની જનતાએ તેમની સરકારને સમર્થન આપ્યું છે.

(BYTE: NATION FIRST PM)

તેમણે જણાવ્યું કે અમારી સરકારે કૌશલ્ય વિકાસ, નાણાકીય સર્વસમાવેશિતા અને ઔદ્યોગિકીકરણને પ્રાથમિકતા આપી છે.
કોંગ્રેસની ટીકા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ‘સબકા સાથ, સબકા વિકાસ’ શાસન મોડેલ કોંગ્રેસ માટે અસંભવ છે કારણ કે સમગ્ર પક્ષ એક પરિવારને સમર્પિત છે.

(BYTE: PM ON CONGRESS)

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, તેમની સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં હિતોનું રક્ષણ કરવા તેમની તરફેણમાં કાયદા મજબૂત કર્યા છે. શ્રી મોદીએ દિવ્યાંગોનં કલ્યાણ માટે સરકારે કરેલા પ્રયત્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ