ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 5, 2025 9:52 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે હાજર રહેશે.
તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પૂજા કરશે. તેઓ મહાકુંભમાં સંતો અને સાધુઓને પણ મળે તેવી શક્યતા છે. મહાકુંભ મેળો ૧૩ જાન્યુઆરીએ શરૂ થયો હતો અને અત્યાર સુધીમાં ૩૮ કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ