પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, અમેરિકન વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં, એક પેસેન્જર વિમાન અને લશ્કરી હેલિકોપ્ટર વચ્ચે થયેલી ટક્કરમાં લોકોના મોત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરીને, શ્રી મોદીએ ટ્વિટર પર લખ્યું કે,” ભારત યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના લોકો સાથે ઉભું
છે. આ આપણા બધા માટે દુઃખદ ક્ષણ છે.” શ્રી મોદીએ, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી
Site Admin | જાન્યુઆરી 31, 2025 2:45 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, અમેરિકન વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
