પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2025ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના દ્રશ્યો શેર કરતા તેને ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન ગણાવ્યું. તેમણે ઉમેર્યું કે ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા X પર અલગ અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું: “પ્રજાસત્તાક દિવસ ઉજવણી 2025ની ઝલક… ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન. ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું. જીવંત ટેબ્લો આપણા રાજ્યોની સમૃદ્ધ પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે.”
Site Admin | જાન્યુઆરી 26, 2025 5:58 પી એમ(PM) | PM Modi | pm modi on social media | pm modi post | Republic Day
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના દ્રશ્યો શેર કર્યા
