પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે.
દેશના ગામડાઓના સશક્તિકરણ અને સુશાસનની યાત્રામાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે. દસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 50 હજારથી વધુ ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે.અમારા સંવાદદાતા જણાવે છે કે, આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં મિલકત માલિકોને રેકોર્ડ અધિકારો આપીને ગ્રામીણ ભારતમાં આર્થિક પરિવર્તનને પ્રોત્સાહન આપવાનો છે.
આ દરમિયાન ગુજરાતનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડા આજે અમદાવાદમાં સ્વામિત્વ કાર્ડનું વિતરણ કરશે ત્યારે બાદ તેઓ અમદાવાદના આઇઆઇએમ ખાતે હેલ્થકેર સમિટમાં પણ ઉપસ્થિત રહેશે
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:44 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી