ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 હજારથી વધુ ગામડાંઓમાં સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 હજારથી વધુ ગામડાંઓમાં સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે.
આ યોજનાનો હેતુ ડ્રોન ટેકનોલોજી સર્વેક્ષણ દ્વારા ઘરોનાં અધિકારનો રેકોર્ડ પૂરો પાડીને ગ્રામીણ ભારતનાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના જમીન વેચાણમાં પણ સુવિધા પૂરી પાડે છે. આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં સંપત્તિ અંગેનાં વિવાદ ઘટાડે છે, બેન્ક લોન દ્વારા સંસ્થાકીય ધિરાણ સરળ બનાવે છે અને મિલકતોનું મૂલ્યાંકન અને મિલકત વેરા વસૂલાત પ્રકીયા વધુ સારી રીતે કરે છે.
અત્યાર સુધી ત્રણ લાખ 17 હજાર ગામડાંમાં ડ્રોન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે અને લક્ષ્યાંકિત વિસ્તારોમાંથી 92 ટકાને આવરી લેવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ