ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. માસિક રૅડિયો કાર્યક્રમની આ 118મી કડી હશે. આ કાર્યક્રમ માટે લોકો પોતાના વિચાર અને મંતવ્યો ટૉલ ફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકે છે. શ્રોતાઓ
નરેન્દ્ર મોદી ઍપ્લિકેશન અથવા તો માય જીઓવી ઑપન ફૉરમ પર પણ પોતાના વિચાર મોકલી શકશે. આ કડી માટેના વિચાર અને મંતવ્યો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે.
‘મન કી બાત’ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્ક પર પ્રસારિત કરાશે. આ AIR ન્યૂઝ વૅબસાઈટ અને ન્યૂઝ ઑન AIR મૉબાઈલ ઍપ્લિકેશન પર પણ સાંભળી શકાશે. આ આકાશવાણી સમાચાર, ડીડી ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચૅનલ પર પણ ઉપલબ્ધ રહેશે. આકાશવાણી પર હિન્દી પ્રસારણ બાદ તરત જ ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ