પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, “ગુજરાતમાં વડનગરનો 2 હજાર 500 વર્ષથી વધુ પૌરાણિક ઇતિહાસ છે.” સોશિયલ મીડિયાના એક વીડિયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આની જાળવણી માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે વડનગરમાં અત્યાધુનિક સંગ્રહાલય અને પુરાતાત્વિક અર્થઘટન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. વડનગર પુરાતાત્વિક અનુભવ સંગ્રહાલય આધુનિક સંગ્રહાલય વિજ્ઞાનનું પ્રમાણ છે, જ્યાં દર્શક મનમોહક કાળ યાત્રાનો અનુભવ કરે છે. આ સંગ્રહાલયના પરિસરમાં ત્રણ મુખ્ય સંરચનાઓ હશે. તેમાં સંગ્રહાલયનું મુખ્ય ભવન, ઉત્ખનન સ્થળ પર સ્થાયી ઈમારત અને આમાં બંનેને જોડતા 50 મીટર લાંબો પૂલ પણ સામેલ છે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 2:19 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી