સમગ્ર દેશ આજે સ્ટાર્ટ-અપ ઇન્ડિયાની નવમી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના એક સંદેશમાં લખ્યું કે, સરકારે દેશમાં સ્ટાર્ટ-અપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે. આ પરિવર્તનલક્ષી પહેલના કારણે ગત નવ વર્ષમાં અસંખ્ય યુવાનો સશક્ત થયા છે અને તેમના નવા વિચારોને સફળ સ્ટાર્ટ-અપમાં ફેરવ્યા છે. મોદીએ કહ્યું, સરકારની નીતિઓએ ‘ધંધામાં સરળતા’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સંશાધનો સુધી વધુ પહોંચ સુનિશ્ચિત કરી છે. તેમજ દરેક તબક્કાએ સ્ટાર્ટ-અપનું સમર્થન કર્યું છે.તેમણે કહ્યું, સરકાર નવીનતા અને ઇન્ક્યૂબૅશન કેન્દ્રોને સક્રિય રીતે વધારવા જઈ રહી છે, જેથી દેશના યુવાનો જોખમ ઉઠાવનારા બને.મોદીએ લખ્યું, સ્ટાર્ટ-અપઇન્ડિયા કાર્યક્રમની સફળતા દર્શાવે છે કે, આજે દેશ પ્રગતિશીલ,આત્મવિશ્વાસી અને ભવિષ્ય માટે તૈયાર છે.
Site Admin | જાન્યુઆરી 16, 2025 2:30 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી