ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 15, 2025 2:05 પી એમ(PM) | ins neelgiri | ins surat | ins waghsheer | PM Modi

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યું

ભારતીય સંરક્ષણ દળો અને આત્મનિર્ભર ભારત પહેલ માટે એક મોટું પ્રોત્સાહન આપતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓ- INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યું.

આ ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓ રાષ્ટ્રને સમર્પિત કરવા અંગે, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે આપણે 21મી સદીના નૌકાદળને મજબૂત બનાવવા તરફ એક ખૂબ જ મોટું પગલું ભરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે, આ પહેલી વાર છે જ્યારે એક વિનાશક, ફ્રિગેટ અને સબમરીન એકસાથે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી રહ્યા છે તેમ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ત્રણ નૌકાદળ લડવૈયાઓ રાષ્ટ્રને સમર્પિત કરતા સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક નેતા બનવાના ભારતના વિઝનને સાકાર કરવામાં એક મહત્વપૂર્ણ છલાંગ દર્શાવે છે. તે સંરક્ષણમાં વૈશ્વિક નેતા બનવાના પ્રયાસોને પણ મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતા તરફની ગતિને વધુ વેગવંતી બનાવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ