ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં બે યુદ્ધ જહાજો – INS સુરત અને INS નીલગિરી અને એક સબમરીન – INS વાઘશીરનું રાષ્ટ્રને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં બે યુદ્ધ જહાજો – INS સુરત અને INS નીલગિરી અને એક સબમરીન – INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કરશે.પહેલી વાર ભારતીય નૌકાદળમાં એક સાથે ત્રણ જહાજોનો સમાવેશ થઈ રહ્યો છે. સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક નેતૃત્વ હાંસલ કરવાના ભારતના લક્ષ્ય તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે.ત્યારબાદ શ્રી મોદી નવી મુંબઈના ખારઘરમાં શ્રી શ્રીરાધા મદનમોહનજી મંદિરનું ઉદ્ઘાટન કરશે. ઇસ્કોન પ્રોજેક્ટનું આ મંદિર નવ એકર વિસ્તારમાં બનેલ છે. આ સંકુલમાં વૈદિક શિક્ષણ કેન્દ્ર, પ્રસ્તાવિત સંગ્રહાલય, સભાગૃહ અને આરોગ્ય કેન્દ્ર છે. આ મંદિરનો ઉદ્દેશ વૈદિક શિક્ષણ દ્વારા વૈશ્વિક ભાઈચારો, શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવાનું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ