પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજેરાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપનાની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ બોર્ડની સ્થાપનાનેખાસ કરીને હળદરની ખેતી કરતાં ખેડૂતો માટે ખૂબ જ આનંદની વાત ગણાવી. તેમણે કહ્યું કેબોર્ડ હળદરના ઉત્પાદનમાં નવીનતા, વૈશ્વિક સંવર્ધન અને મૂલ્યવર્ધન માટે વધુ સારી તકો સુનિશ્ચિત કરશે.પ્રધાનમંત્રીએ કહ્યુંકે આનાથી પુરવઠા શ્રેણી મજબૂત થશે અને ખેડૂતો અને ગ્રાહકો બંનેને ફાયદો થશે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 6:53 પી એમ(PM)