ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 14, 2025 2:05 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગ ના 150મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે  મિશન મૌસમનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગ ના 150મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતેથી  મિશન મૌસમનો પ્રારંભ કરાવ્યો છે. મિશન મૌસમનો ઉદ્દેશ્ય અત્યાધુનિક હવામાન દેખરેખ તકનીકો અને સિસ્ટમો વિકસાવીને તેના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે. આ મિશન હેઠળ હવા ગુણવત્તા ડેટા પ્રદાન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જે લાંબા ગાળે હવામાન વ્યવસ્થાપન અને હસ્તક્ષેપની વ્યૂહરચના બનાવવામાં મદદ કરશે.

આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે, મિશન મૌસમ દેશના આબોહવા ક્ષેત્રે  ભવિષ્યના પડકારોને ધ્યાને રાખીને શરૂ કરવામાં આવ્યું છે.પ્રધાનમંત્રીએ હવામાન વિભાગની 150 વર્ષ ની લાંબી યાત્રાની પ્રશંસા કરતા કહ્યું કે આ યાત્રા દેશમાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની એક ભવ્ય સફર છે.આ પ્રસંગે પ્રધાનમંત્રીએ 150 વર્ષ નિમિત્તે સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. તેમણે હવામાન સ્થિતિસ્થાપકતા અને આબોહવા પરિવર્તન અનુકૂલન માટે IMD વિઝન-2047 દસ્તાવેજ પણ બહાર પાડ્યો હતો. જેમાં હવામાન આગાહી, હવામાન વ્યવસ્થાપન અને આબોહવા પરિવર્તન શમન માટેની યોજનાઓનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ