પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. અને ટનલ ના માર્ગનું નિરીક્ષણ કર્યું. આ ટનલ દ્વારા તમામ ઋતુઓમાં શ્રીનગરથી સોનમર્ગ સરળતાથી જઈ શકાશે. શ્રી મોદીએ બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકો સાથે સવાંદ કર્યો હતો. લગભગ 6.5 કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ 2 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે.
સોનમર્ગ ટનલથી ગાંદરબલ જિલ્લાનાં ગગનગીર અને સોનમાર્ગ વચ્ચેનું અંતર ઘટીને માત્ર 20થી 25 મિનિટ થઈ જશે અને સમગ્ર વર્ષ દરમિયાન રોડ માર્ગે લડાખ જવામાં સરળતા રહેશે.
આ ટનલને કારણે ભુસ્ખલન અને હિમશીલાથી અસરગ્રસ્ત રોડને બાયપાસ કરીને વ્યૂહાત્મક રીતે મહત્વના લડાખ પ્રાંત સુધી વિના વિધ્ને પહોંચી શકાશે.આ ટનલને કારણે સમગ્ર વર્ષ દરમિયાન સોનમર્ગમાં પ્રવાસન ચાલુ રહેશે, જે શિયાળુ પર્યટન, એડવન્ચર સ્પોર્ટ્સ અને સ્થાનિક લોકોની રોજગારીને પ્રોત્સાહન આપશે.
આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબદુલ્લા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 13, 2025 3:17 પી એમ(PM)