પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મિશન મૌસમનો પ્રારંભ કરાવશે. જેનો ઉદ્દેશ્ય દેશને હવામાન માટે તૈયાર કરવાનો અને આબોહવા પ્રત્યે સ્માર્ટ રાષ્ટ્ર બનાવવાનો છે. આ મિશનનો ઉદ્દેશ્ય અત્યાધુનિક હવામાન દેખરેખ તકનીકો અને પ્રણાલીઓ વિકસાવીને, ઉચ્ચ-કક્ષાના વાતાવરણીય અવલોકનો, આગામી પેઢીના રડાર અને ઉપગ્રહો અને ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટર્સનો અમલ કરવાનો છે.
શ્રી મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે મિશન મૌસમની શરૂઆતકરાવશે. તેઓ આબોહવા સ્થિતિ સ્થાપકતા અને આબોહવા પરિવર્તન અનુકૂલન માટે IMD વિઝન-2047નો દસ્તાવેજ પણ બહાર પાડશે. જેમાં હવામાનની આગાહી, હવામાન વ્યવસ્થાપન અને આબોહવા પરિવર્તન શમન યોજનાઓનો સમાવેશ થાય છે
Site Admin | જાન્યુઆરી 13, 2025 2:48 પી એમ(PM)