ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 12, 2024 10:55 એ એમ (AM) | aakshvaninews | narendramodi

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતોના સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર દેશના ખેડૂતોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ નવી દિલ્હીમાં ઈન્ડિયા એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં 109 ઉચ્ચ ઉપજ આપતી, આબોહવા-સ્થિતિસ્થાપક અને બાયોફોર્ટિફાઈડ પાકની જાતોનું વિમોચન કર્યા બાદ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાત રજૂ કરી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આબોહવાને અનુકૂળ અને ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો ખેડૂતોની આવકમાં વધારો કરશે. 61 પાકોની 109 જાતોમાં 34 ક્ષેત્રીય પાક અને 27 બાગાયતી પાકોનો સમાવેશ થાય છે. બાગાયતી પાકો ફળો, શાકભાજી, વાવેતર પાક, કંદ, મસાલા, ફૂલો અને ઔષધીય છોડની વિવિધ જાતોને આવરી લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે પણ વાત ચીતકરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ