ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 10, 2025 7:22 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી યોજનાઓના 100 ટકા લાભ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી યોજનાઓના 100 ટકા લાભ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સાચા સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતા માટે આવું કરવું જરૂરી છે. વિકસિત ભારતના ધ્યેયની રૂપરેખા આપતાં તેમણે કહ્યું કે તેઓ 2047 સુધીમાં પાણી, શૌચાલય અને વીજળી સહિતની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગે છે.

શ્રી મોદીએ અગ્રણી ઉદ્યોગસાહસિક નિખિલ કામથને આપેલી એક પ્રત્યક્ષ મુલાકાતમાં આ વિચારો વ્યક્ત કરતાં વધુ જણાવ્યું કે તેઓ જાણી જોઈને કંઈ ખોટું કરવા માંગતા નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજકારણમાં સફળ થવા માટે, વ્યક્તિએ સમર્પણ, પ્રતિબદ્ધતા, ઉત્તમ ટીમ સભ્ય બનવું અને હંમેશા જાહેર સેવા માટે ઉપલબ્ધ રહેવું જરૂરી છે. શ્રી મોદીએ કહ્યું કે સારા લોકોએ માત્ર મહત્વાકાંક્ષા સાથે નહીં પણ એક મિશન સાથે રાજકારણમાં જોડાવવું જોઈએ. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે એક સારા રાજકારણીએ સારા વક્તા પણ હોવું જોઈએ. તેમણે કહ્યું કે નીતિ નિર્માણમાં સામેલ વ્યક્તિ મોટા ફેરફારો લાવી શકે છે, જે વહીવટી પ્રણાલીમાં હોવાનો સૌથી મોટો ફાયદો છે.
આજના વિશ્વમાં સામાજિક મધ્યમોના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું કે તે લોકશાહી અને તેના સશક્તિકરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવા વિદ્યાર્થીઓ હવે સોશિયલ મીડિયામાંથી માહિતી મેળવી રહ્યા છે અને વિવિધ મુદ્દાઓમાં રસ લઈ રહ્યા છે. વર્તમાન પડકારો વિશેના પ્રશ્નના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વ ભારત પર તેના નિષ્પક્ષ અભિગમને કારણે વિશ્વાસ કરે છે. શ્રી મોદીએ કહ્યું કે વર્તમાન વૈશ્વિક કટોકટી દરમિયાન, ભારતે વારંવાર કહ્યું છે કે તે શાંતિના પક્ષમાં છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ