પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુપતિમાં થયેલી ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમની સંવેદનાઓ એવા લોકો સાથે છે જેમણે પોતાના નજીકના અને પ્રિયજનો ગુમાવ્યા છે. શ્રી મોદીએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 9:45 એ એમ (AM)