પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડ્રાફ્ટ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ, 2025, નાગરિક-કેન્દ્રિત શાસન પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપે છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની પોસ્ટનો જવાબ આપતાં, શ્રીમોદીએ કહ્યું કે નિયમોનો ઉદ્દેશ્ય વૃદ્ધિ અને સર્વ સમાવેશીતા ને અનુલક્ષીને વ્યક્તિગત માહિતીની સુરક્ષા કરવાનો છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. ડ્રાફ્ટ નિયમો નાગરિકોના ડિજિટલ વ્યક્તિગત ડેટાની સુરક્ષા કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.મંત્રાલયે MyGov પ્લેટફોર્મ દ્વારા આવતા મહિનાની 18મી તારીખ સુધી જનતા અને હિતધારકો પાસેથી ડ્રાફ્ટ નિયમો પર પોતાના અભિપ્રાયો મંગાવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 6:44 પી એમ(PM)