પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હી ખાતેથી વધુ ઉપજ આપતી અને વાતાવરણને અનુકૂળ તેમ જ જૈવિક પોષક તત્વોના પાકની 109 જાતનું વિમોચન કરશે. આ વિવિધ જાતમાં 34 ખેતી અને 27 બાગાયતી પાકનો સમાવેશ થાય છે.
ખેતરના પાકમાં બાજરી, જુવાર, તેલીબિયાં, કઠોળ, શેરડી, કપાસ, રેસા અને અન્ય પાક સહિત વિવિધ અનાજના બીજ પણ જાહેર કરાશે. જ્યારે બાગાયતી પાકમાં વિવિધ ફળો, શાકભાજી, મસાલા, ફૂલો અને ઔષધીય વનસ્પતિઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમ દરમિયાન શ્રી મોદી ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે સંવાદ કરશે.
Site Admin | ઓગસ્ટ 10, 2024 8:19 પી એમ(PM)