પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએકહ્યું હતું કે હવે તે સમય દૂર નથી જ્યારે દેશમાં ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે. આજેવીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા અને ઓડિશામાં મુખ્ય રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અનેખાતમુહૂર્ત કરતાં તેમણે કહ્યું હતું કે પ્રદેશમાં કનેક્ટિવિટીને વધુ પ્રોત્સાહન આપવાનીસરકારની પ્રાથમિકતા છે. શ્રી મોદીએ તેલંગાણામાંચારલાપલ્લી નવા ટર્મિનલ સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કર્યું અને પૂર્વ કોસ્ટ રેલવેના રાયગડારેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો.. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરપ્રોજેક્ટ લોન્ચ કરવાથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને આ પ્રદેશોમાં સામાજિક-આર્થિકવિકાસમાં વધારો થશે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે દેશ વિકસિત ભારતના સંકલ્પનેહાંસલ કરવામાં વ્યસ્ત છે અને આ માટે ભારતીય રેલ્વેનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રી મોદીએ કહ્યું કે, સરકાર ભારતમાં રેલવેના વિકાસને ચાર માપદંડો પર આગળ લઈ રહી છે.રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રકચરનું આધુનિકીકરણ, રેલ્વે મુસાફરો માટે આધુનિક સુવિધાઓ, દેશના દરેક ખૂણે રેલ્વે કનેક્ટિવિટી અને રેલ્વે રોજગાર અને સહાયકઉદ્યોગોનો સમાવેશ થાય છે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:45 પી એમ(PM)