પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પર કેન્દ્ર સાથેની લડાઈમાં એક દાયકાનો સમય વેડફવાનો આરોપ લગાવ્યો છે.
રોહિણીમાં જાપાની પાર્ક ખાતે એક રેલીને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે, આગામી 25 વર્ષ દિલ્હીના વિકાસ માટે નિર્ણાયક છે. તેમણે કહ્યું કે, આ 25 વર્ષોમાં દેશ એક વિકસિત રાષ્ટ્ર બનશે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે કેન્દ્ર સરકારે દિલ્હીમાં સુરક્ષા, આરોગ્ય સંભાળ અને વિકાસલક્ષી પહેલ માટે 75 હજાર કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરી હતી.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ્ય દિલ્હીને એક એવી રાજધાનીમાં રૂપાંતરિત કરવાનો છે જે ભારતના સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે. તેમણે દિલ્હીની વર્તમાન સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:47 પી એમ(PM)