ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 7:41 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં 12 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં 12 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે કહ્યું કે, ભારતનું મેટ્રો નેટવર્ક એક હજાર કિલોમીટર સુધી વિસ્તર્યું છે જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમણે કહ્યું કે છેલ્લાં 10 વર્ષોમાં, મેટ્રો નેટવર્ક ક્ષેત્રે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે. સરકારના વર્તમાન કાર્યકાળ દરમિયાન, ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવતો દેશ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે નમો ભારત પ્રોજેક્ટ પૂર્ણ થઈ જવાથી દિલ્હી-મેરઠ માર્ગ પર ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે.

તેમણે કહ્યું કે, છેલ્લા એક દાયકામાં સરકારનું પ્રાથમિક ધ્યાન માળખાગત વિકાસ પર રહ્યું છે. તેમણે કહ્યું આજે આધાર માળખાકીય બજેટ વધીને 11 લાખ કરોડ રૂપિયા થયુ છે.
દરમ્યાન શ્રી મોદીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર સ્ટેશન વચએ નમો ભારત ટ્રેનમાં સવારી પણ કરી હતી. તેમણે સફર દરમ્યાન ટ્રેનમાં બેઠેલા બાળકો સાથે વાતચીત કરી હતી.તેમણે 6 હજાર ,230 કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હી મેટ્રો ફેઝ-4ના 26.5 કિમી રિથાલા-કુંડલી સેક્શનનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીના રોહિણી ખાતે કેન્દ્રીય આયુર્વેદ સંશોધન સંસ્થા માટે લગભગ 185 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન નવી અત્યાધુનિક ઇમારતનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સંકૂલના કાર્યરત થવાથી અત્યાધુનિક આરોગ્ય સંભાળ અને મેડિસિન આધારમાળખું ઉપલબ્ધ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ