પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાહિબાબાદ RRTS સ્ટેશનથી ન્યૂ અશોક નગર સ્ટેશન વચ્ચે નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમણે સફર દરમિયાન ટ્રેનમાં બેઠેલા બાળકો સાથે વાતચીત કરી હતી. 13 કિલોમીટરના આ રૂટનું નિર્માણ આશરે 4 હજાર 600 કરોડ રૂપિયાના ખર્ચે થયુ છે.
પ્રધાનમંત્રી શ્રી મોદી 12 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા માટેના કાર્યક્રમમાં દિલ્હી પહોંચ્યા છે. આ ઉપરાંત, પીએમ મોદીએ લગભગ 6 હજાર 230 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા દિલ્હી મેટ્રો ફેઝ-4ના 26.5 કિમી રિથાલા-કુંડલી સેક્શનનો શિલાન્યાસ પણ કર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 5, 2025 2:10 પી એમ(PM)