ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં 12 હજાર 200 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન -ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં 12 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
4 હજાર 600 કરોડ રૂપિયાના સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચેના દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ,નમો ભારત કોરિડોરના,13 કિલોમીટરના પટ્ટાનું પણ પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનની સવારી પણ કરશે.
શ્રી મોદી લગભગ 1 હજાર 200 કરોડ રૂપિયાના દિલ્હી મેટ્રો ફેઝ-4ના જનકપુરી અને કૃષ્ણા પાર્ક વચ્ચેના 2.8 કિલોમીટરના પટ્ટાનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, પીએમ મોદી લગભગ 6 હજાર 230 કરોડ રૂપિયાના દિલ્હી મેટ્રો ફેઝ-4ના 26.5 કિમી રિથાલા-કુંડલી સેક્શનનો શિલાન્યાસ કરશે. આ કોરિડોર દિલ્હીના રિથાલાને હરિયાણાના નાથુપુર (કુંડલી) સાથે જોડશે. તેઓ રોહિણી, નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CARI) માટે નવી અત્યાધુનિક ઇમારતનો શિલાન્યાસ પણ કરશે.-અને પરિવર્તન રેલી ને સંબોધિત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ