પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતી લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ આજે અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પર ચાદર અર્પણ કરશે. બુધવારથી શરૂ થયેલા ખ્વાજા ગરીબ નવાઝનો 813મો ઉર્સ, ચાદર અર્પણ કરવા સહિત દરગાહ પર શ્રદ્ધાંજલિ આપવાની શરૂઆત થઇ છે. શ્રી રિજિજુ દરગાહ પર એક વેબ-પોર્ટલ અને એપ્લિકેશનનું પણ લોકાર્પણ કરશે. તેના દ્વારા યાત્રિકો ખ્વાજા ગરીબ નવાઝના જીવન અને ઉપદેશ અંગે માહિતી મેળવી શકશે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 2:15 પી એમ(PM)