ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 4, 2025 2:05 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “ગામના લોકોને ગરિમામયી જીવન આપવું એ અમારી સરકારની પ્રાથમિકતા.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગામડાઓને વિકાસ અને તકના જીવંત કેન્દ્રોમાં પરિવર્તિત કરીને ગ્રામીણ ભારતને સશક્ત બનાવવાના સરકારના લક્ષ્યાંક પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નો પ્રારંભ કરાવતા શ્રી મોદીએ જણાવ્યું કે, વર્ષ 2014થી સરકાર ગામડાઓના લોકોને ગૌરવમયી જીવન આપવાની પ્રાથમિકતા સાથે ગ્રામીણ ભારતની સતત સેવા કરી રહી છે.
શ્રી મોદીએ ઉમેર્યું કે, સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન સહિત સરકારના પ્રયાસનો હેતુ ગ્રામીણ વિસ્તારના લાભ અને વિકાસનો છે. તેમણે કહ્યું, એક લાખ 50 હજારથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહી છે.

આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગરીબ, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના વિકાસ અને આર્થિક સશક્તિકરણ માટે અનેક યોજના અમલમાં મુકવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ