પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર દેશ અને કેન્દ્ર સરકાર કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોને પડખે છે. પ્રધાનમંત્રી આજે ભુસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધા પછી ઈજાગ્રસ્તોને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને રાહતકાર્યમાં મદદ કરવા માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપી હતી.
વાયનાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠકને સંબોધતા અવલોકન કર્યું કે, અસરગ્રસ્ત લોકોના ભવિષ્ય અને સ્વપ્નોને મદદ કરવી અને તેનું પુનઃનિર્માણ કરવું એ સમાજની જવાબદારી છે. શ્રી મોદીએ મુખ્યમંત્રીને રાજ્યની જરૂરિયાતો અંગે વિગતવાર માહિતી મોકલવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત બાળકોના ભવિષ્ય માટે લાંબાગાળાની યોજના ઘડવા પણ કહ્યું હતું.
દરમિયાન શ્રી મોદીએ વર્ષ 1979માં મોરબી ડેમના ભંગાણ દરમિયાન પોતાના અંગત અનુભવનેયાદ કરતા કહ્યું કે, લોકોને પડતી મુશ્કેલીઓનો તેઓ સરળતાથી સંપર્ક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે,આ બેઠકમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કેબિનેટ સબ-કમિટીના રાજ્યમંત્રીઓ અને રાજ્યસરકારના વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 10, 2024 8:13 પી એમ(PM)