પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર લોકોને શુભેચ્છા પાઠવી છે અને દરેકના જીવનમાં સુખ અને શાંતિની કામના કરી.મોદીએ મંત્રીશ્રી કિરેન રિજિજુને એક ચાદર ભેટમાં આપી છે, જે તેમના વતી અજમેર શરીફ દરગાહ ખાતે ઉર્સના અવસરે અર્પણ કરવામાં આવશે.દરમિયાન,રિજિજુએ આજે દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયા દરગાહની મુલાકાત લીધી હતી અને ચાદર ચઢાવી હતી.તેમણે મીડિયાને જણાવ્યું કે તેઓ આવતીકાલે અજમેર શરીફમાં મોદી વતી ચાદર ચઢાવશે.
Site Admin | જાન્યુઆરી 3, 2025 2:30 પી એમ(PM) | ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ઉર્સ