પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.તેઓ જેજે ક્લસ્ટરના રહેવાસીઓ માટે લગભગ 1700 નવા બાંધવામાં આવેલા આવાસોનું પણ ઉદ્ઘાટન કરશે અને નવા બનેલા અશોક વિહારમાં લાભાર્થીઓને ચાવીઓ સોંપશે.મોદી બે શહેરી પુનઃવિકાસ પ્રોજેક્ટ્સ – નૌરોજી નગર ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.આ ઉપરાંત, લગભગ 300 કરોડ રૂપિયાના ખર્ચે દ્વારકા ખાતે બનેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના સંકલિત કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કરશે.મોદી દિલ્હી યુનિવર્સિટીમાં 600 કરોડ રૂપિયાથી વધુના ત્રણ નવા પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે.ઉપરાંત મોદી નજફગઢના રોશનપુરા ખાતે વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આજનો દિવસ દિલ્હીના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં,મોદીએ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપતા કહ્યું કે આટલા મોટા પાયે વિકાસના કામો દિલ્હીના લોકોનું જીવન સરળ બનાવશે.તેમણે કહ્યું કે,આ તમામ પ્રયાસો ભવિષ્યની પેઢીઓને જ્ઞાન, નવીનતા અને તકોથી સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
Site Admin | જાન્યુઆરી 3, 2025 2:14 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી