પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી રાષ્ટ્રીય રાજધાનીના અશોક વિહારમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેવાસીઓ માટે અંદાજે એક હજાર 700 નવનિર્મિત ફ્લેટોનું પણ લોકાર્પણ કરી પાત્ર લાભાર્થીઓને ચાવીઓ સોંપશે.
ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારકામાં અંદાજે 300 કરોડ રૂપિયાની કિંમતથી બનાવવામાં આવેલા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડના સંકલિત કાર્યાલય પરિસરનું પણ ઉદ્ઘાટન કરશે, જેમાં અન્ય સુવિધાઓ સિવાય કાર્યાલય ભવન, એક પ્રેક્ષકગૃહ, એક અત્યાધુનિક ડેટા કેન્દ્ર અને જળ વ્યવસ્થાપન પ્રણાલિ સામેલ છે. શ્રી મોદી 600 કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હી વિશ્વ-વિદ્યાલયમાં ત્રણ નવી પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કરાવશે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 3:21 પી એમ(PM)