પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં અંતરિયાળ અને માઓવાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચોતરફી વિકાસ સુનિશ્ચિત કરવાના રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ કહ્યું, આ પ્રયાસોથી ચોક્કસપણે જીવન સરળતાને પ્રોત્સાહન મળશે તેમજ ઝડપી વિકાસનો માર્ગ મળશે. તેમણે ખાસ કરીને ગઢચિરોલી અને આસપાસના વિસ્તારના લોકોને અભિનંદન પાઠવ્યા છે.
આ ક્ષેત્રોમાં ગઈકાલે 11 નક્સલવાદીઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. શ્રી ફડણવીસે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં માઓવાદીઓએ હથિયાર મૂકી દેતા અને નવા લોકોને પોતાના સમૂહમાં સામેલ કરવાની તેમની નિષ્ફળતાને જોતા મહારાષ્ટ્ર ઝડપથી નક્સલવાદી સમસ્યાથી મુક્ત થઈ જશે. મુખ્યમંત્રીએ જિલ્લામાં વાંગેતુરી-ગાર્દેવદા-ગટ્ટા-અહેરી માર્ગ પર મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની 32 કિલોમીટર લાંબા ગટ્ટા-ગાર્દેવદા-વાંગેતુરી માર્ગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 2, 2025 3:10 પી એમ(PM)