પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, બંધારણ રાષ્ટ્રનું પથદર્શક છે અને એ અત્યંત સન્માનની વાત છે કે આવતા વર્ષે 26 જાન્યુઆરીએ ભારતીય બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, બંધારણ સમયની તમામ કસોટીમાંથી પાર ઉતર્યું છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે બંધારણ દિવસે અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે જે સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેશે.બંધારણ અંગેની વેબસાઇટ અંગે શ્રી મોદીએ માહિતી આપી હતી.13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરૂ થઈ રહેલા મહાકુંભ અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આ વખતે દેશ દુનિયાના ભક્તો ડિજિટલ મહાકુંભના સાક્ષી બનશે. ડિજિટલ નેવિગેશનની મદદથી લોકો વિવિધ ઘાટ, મંદિરો અને સાધુના અખાડા સુધી પહોંચી શકશે. આ જ સિસ્ટમથી પાર્કિંગની જગ્યા સુધી પણ પહોંચી શકાશે.
શ્રી મોદીએ મહાકુંભમાં સુવિધા અંગે વધુમાં આ મુજબ જણાવ્યું.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કુંભ એ એકતાનો મહાકુંભ પણ છે. તેમણે ‘મહાકુંભ કા સંદેશ, એક હો પૂરા દેશ’નું સૂત્ર આપ્યું હતું.એનિમેશન મુદ્દે વાત કરતા શ્રી મોદીએ ક્રિશ, ટ્રિશ એન્ડ બાલ્ટીબોય સિરીઝનો ઉલ્લેખ કર્યો હતો, જેની બીજી સીઝન ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં લોંચ કરવામાં આવી હતી. ભારતમાં આવતા વર્ષે પ્રથમ વાર યોજાઇ રહેલી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઇનમેન્ટ સમિટ- WAVES અંગે શ્રી મોદીએ આ મુજબ જણાવ્યુ.પ્રધાનમંત્રીએ ભારતીય ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગે ભારતની એકતા ટકાવવામાં
ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.મન કી બાતની 117મીઆવૃત્તિમાં પ્રધાનમંત્રીએ આરોગ્ય ક્ષેત્રે ભારતની બે મોટી સિધ્ધિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ જણાવે
છે કે, ભારતમાં 2015થી 2023 દરમિયાન મેલેરિયાના કેસોમાં 80 ટકાનો ઘટાડો થયો છે. પ્રધાનમંત્રીએ પ્રસિધ્ધ મેડિકલ જર્નલ લાન્સેટનો અભ્યાસ ટાંકતા જણાવ્યું કે, ભારતમાં કેન્સરની સારવાર સમયસર શરૂ કરવાની તકો વધી ગઈ છે. તેમણે જણાવ્યું કેઆયુષ્યમાન ભારત યોજનાને કારણે કેન્સરનાં 90 ટકા દર્દીઓ પોતાની સારવાર સમયસર શરૂ કરી શક્યા છે. આ યોજનાથી કેન્સરની સારવારમાં નડતી આર્થિક સમસ્યા ઘણા અંશે ઓછી થઈ છે.પ્રધાનમંત્રીએ આ શિયાળાની મોસમમાં દેશભરમાં ચાલી રહેલી રમતમગત અને ફિટનેસ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કાશ્મીરમાં સ્કિઇંગથી માંડીને ગુજરાતમાં
પતંગોત્સવ માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી મોદીએ બસ્તર ઓલિમ્પિક્સનો પણ ઉલ્લેખ કર્યો હતો.અંતમાં શ્રી મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા આપતા વિશ્વાસ વ્યક્ત
કર્યો હતો કે, ભારત આગામી વર્ષમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે.
Site Admin | ડિસેમ્બર 29, 2024 1:58 પી એમ(PM)