ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકારની નીતિઓમાં યુવાનોના સશક્તિકરણ પર મહત્તમ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
(બાઇટ-પીએમ)
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સ્ટાર્ટઅપ્સથી લઈને વિજ્ઞાન અને રમતગમતથી લઈને ઉદ્યોગસાહસિકતા સુધી, યુવા શક્તિ નવા આયામો ખોલી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે બાળકોમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં દસ હજારથી વધુ અટલ ટિંકરિંગ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતની લોકશાહીનો વ્યાપ ગુરુઓના ઉપદેશો, સાહિબજાદાઓના બલિદાન અને દેશની એકતાના મૂળ મંત્ર પર આધારિત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે બહાદુર સાહિબજાદાઓનું જીવન આપણને શીખવે છે કે દેશની અખંડિતતા અને વિચારધારા સાથે કોઈ સમજૂતી થઈ શકે નહીં. વર્ષ 2022માં વડાપ્રધાન મોદીએ ગુરુ ગોવિંદ સિંહના સાહિબજાદાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાલ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.
આ અવસરે પ્રધાનમંત્રીએ સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનની પણ શરૂઆત કરી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય પોષણ સંબંધિત સેવાઓને મજબૂત કરવાનો અને આ કાર્યમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરીને પોષણ પ્રણાલીને મજબૂત કરવાનો છે. પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત બાળકો સહિત સાડા ત્રણ હજાર બાળકો અને અન્ય મહાનુભાવો સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ