પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ 58 લાખથી વધુ સંપતિકાર્ડનું વિતરણ કરશે. આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ એમ 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના અંદાજે 50 હજાર ગામડાઓમાં આ સંપતિ કાર્ડનું વિતરણ કરાશે.
ઉપરાંત અનેક મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, પંચાયતના પ્રતિનિધિઓ અને હિતધારકો પણ વર્ચ્યૂઅલ રીતે ઉપસ્થિત રહેશે. સંપત્તિ કાર્ડના પ્રાદેશિક વિતરણ સમારોહની દેખરેખ માટે લગભગ 13 કેન્દ્રીય મંત્રીઓ દેશભરમાં નિર્ધારિત સ્થળોએથી પ્રત્યક્ષ રીતે જોડાશે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 2:12 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી