ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 26, 2024 2:08 પી એમ(PM) | વીર બાળ દિવસ

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીર બાળ દિવસ નિમિત્તે સાહિબઝાદોના બલિદાન અને વીરતાને યાદ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીર બાળ દિવસ નિમિત્તે સાહિબઝાદોના બલિદાન અને વીરતાને યાદ કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, નાની ઉંમરમાં જ સાહિબઝાદે પોતાના વિશ્વાસ અને સિદ્ધાંતો પર અડગ રહ્યા. તેમણે પોતાના સાહસથી પેઢીઓને પ્રેરણા પૂરી પાડી છે. શ્રી મોદીએ કહ્યું, તેમના બલિદાન, વીરતા અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા એ ઉત્તમ ઉદાહરણ છે.
પ્રધાનમંત્રીએ માતા ગૂજરી અને શ્રી ગુરુગોવિંદ સિંહજીની વીરતાનું પણ સ્મરણ કરતાં કહ્યું, તેઓ લોકોને ન્યાયી અને દયાળુ સમાજના નિર્માણની દિશામાં હંમેશા માર્ગદર્શન આપશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ