પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ 56 લાખથી વધુ સંપત્તિ કાર્ડનું વિતરણ કરશે. આ યોજના હેઠળ, ગ્રામીણ વિસ્તારોમાં સંપત્તિના માલિકોને જમીનના દસ્તાવેજો અપાશે. પંચાયતીરાજ મંત્રાલયે જણાવ્યું કે સ્વામિત્વ યોજનાથી જમીન માલિકોને માલિકીનો પુરાવો મળશે, જેનાથી તેઓ સંપત્તિનું મુદ્રીકરણ કરી શકશે.
આ યોજનાથી મિલકત સંબંધિત વિવાદોમાં ઘટાડો થશે અને મિલકત વેરાની વસૂલાતને પ્રોત્સાહન મળશે. પંચાયતીરાજ સચિવ વિવેક ભારદ્વાજે નવી દિલ્હીમાં જણાવ્યું કે આ યોજના હેઠળ અંદાજે 3 લાખ 17 હજાર ગામોનો ડ્રોન સરવે કરાયો છે અને એક લાખ 37 હજાર કરોડ ચોરસ મીટરથી વધુ રહેણાંક જમીનની માપણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ બે કરોડ મિલકત કાર્ડ બનાવવામાં આવ્યા છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 9:20 એ એમ (AM)