પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના 100મા જન્મદવિસે મધ્યપ્રદેશનાં ખજુરાહોમાં દેશની પ્રથમ મહત્વાકાંક્ષી અને બહુહેતુક કેન-બેંતવા રાષ્ટ્રીય નદી જોડો યોજનાનું શિલારોપણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ દેશનાં પ્રથમ ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને 1 હજાર 153 અટલ ગ્રામ સુશાસન ભવનનું ભૂમિ પુજન કર્યું હતું. આ પ્રસંગે મોદીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી માટે સુશાસન એક દિવસનો કાર્યક્રમ નથી પણ સરકારોની ઓળખ છે. તેમણે અટલબિહારી વાજપેયીને સુશાસન અને સારી સેવા માટે પ્રેરણાનો સ્ત્રોત ગણાવતા આ મુજબ જણાવ્યુ (PM Modi Byte) આંતર રાજ્ય જળ વિવાદનાં કારણ રેખાંકિત કરતા મોદીએ જણાવ્યું કે, આજે સાત દાયકા બાદ પણ દેશનાં અનેક રાજ્યો વચ્ચે પાણી મુદ્દે કોઇને કોઈ વિવાદ ચાલે છે. દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવાના સરકારનાં પ્રયત્નોનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દેશનાં તમામ પર્યટકો માટે સુવિધા વધારવાનાં સતત પ્રયત્ન કરી રહી છે.આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલ, મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:00 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં દેશની પ્રથમ બહુહેતુક કેન-બેતવા રાષ્ટ્રીય નદી જોડો યોજનાનું શિલારોપણ કર્યું
