પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે વન્ય જીવ સંરક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં શ્રી મોદીએ ફેબ્રુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય બીગ કેટ એલાયન્સની સ્થાપના માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીનો પણ ઉલ્લેખ કર્યો છે.
પ્રધાનમંત્રીએ તમામ વન્યજીવન પ્રેમીઓને ગીર રાષ્ટ્રીય અભયારણ્યની મુલાકાત લેવા અને ગુજરાતનાં લોકોનાં આતિથ્યનો અનુભવ કરવા આમંત્રણ આપ્યું હતું.
શ્રી મોદીએ પોસ્ટમાં લખ્યું કે, આપણે બધાં જાણીએ છીએ તેમ ગુજરાતમાં સિંહોની મોટી વસ્તી છે. તાજેતરનાં વર્ષોમાં તેની સંખ્યામાં મોટો વધારો થયો છે, જે બહુ સારા સમાચાર છે.
દરમિયાન, વન્યજીવ પ્રેમી અને સંરક્ષક અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ‘ગીર ગજવતી આવી સિંહણ’ શિર્ષક ધરાવતો વિડીયો રજૂ કર્યો છે, જે તેમણે પ્રધાનમંત્રીને સમર્પિત કર્યો છે.
Site Admin | ઓગસ્ટ 10, 2024 2:09 પી એમ(PM)