ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 3, 2024 10:17 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે.
ગઈકાલે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા શ્રી મોદીએ જણાવ્યું કે, તેમની સરકારની ઐતિહાસિક સતત ત્રીજી મુદત વિકાસની ગતિ અને સાતત્યતા માટેનો જનાદેશ હતો. તેમણે નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે તેમની સરકાર આગામી પાંચ વર્ષ માટે ત્રણ ગણી ઝડપથી કાર્ય કરશે અને ભારતને વિકાસના આગામી તબક્કા સુધી પહોંચાડીને 2047 સુધીમાં વિક્સિત ભારતનાં લક્ષ્યને સાકાર કરશે. શ્રી મોદીએ જણાવ્યું કે, તેમની સરકાર પ્રશ્નપત્રો ફુટવાની ઘટનાઓ સામે યુધ્ધનાં ધોરણે પગલાં લઈ રહી છે અને યુવાનોનાં ભાવિ સાથે ચેડાં કરનારાને છોડવામાં નહીં આવે.
અગાઉ ચર્ચામાં ભાગ લેતાં વિરોધ પક્ષોએ નીટ સહિતની પરિક્ષામાં ગેરરિતી મુદ્દે સરકારની જવાબદારી નક્કી કરવાની માંગણી કરી હતી.
ગઈ કાલે લોકસભામાં આભાર પ્રસ્તાવ પસાર થયા બાદ ગૃહને અચોક્કસ મુદત સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. અધ્યક્ષ ઓમ બિરલાએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સત્ર દરમિયાન ગૃહમાં 103 ટકા કાર્યવાહી થઈ હતી અને 539 સભ્યોએ શપથ લીધા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ