પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ અહેમદ અલ-જાબીર અલ સબાહના આમંત્રણ પર આવતીકાલે બે દિવસની કુવૈતની મુલાકાતે જશે.
આ મુલાકાત દરમિયાન તેઓ કુવૈતના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી કુવૈતમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના સચિવ અરુણ કુમાર ચેટરજીએ પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે. પ્રધાનમંત્રીએ તાજેતરમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી હતી.
Site Admin | ડિસેમ્બર 20, 2024 7:59 પી એમ(PM)