ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 20, 2024 7:29 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે.લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અનેસૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ લોકો પોતાનાં વિચારો રજૂ કરશે. 27 ડિસેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે.આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઈટ અને newsonair મોબાઇલ એપ પર કરવામાં આવશે. આ ઉપરાંત AIR ન્યૂઝ, ડીડી ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંતપ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી પર હિન્દી ભાષામાંપ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ