પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે કેરળના વાયનાડના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. પ્રધનમંત્રીની સાથે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને પર્યટન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપી પણ હતા.
પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભાવોને લઈજતું હેલિકોપ્ટર કાલપેટ્ટા ખાતેના SKMJ હાયર સેકન્ડરી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેના હેલિપેડ પર ઉતર્યું હતું. શ્રી મોદી ટૂંક સમયમાં જ રોડ માર્ગે ચૂરમાલાજવાની શક્યતા છે, જ્યાં તેઓ આર્મી દ્વારા બનાવવામાં આવેલા બેઈલી બ્રિજની મુલાકાત લેશે.
Site Admin | ઓગસ્ટ 10, 2024 2:05 પી એમ(PM)