પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે એ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ટેલિફોનીક વાતચીત કરી હતી. શ્રી શૂફેએ આ માટે પ્રધાનમંત્રી મોદીને ફોન કર્યો હતો. બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડ વચ્ચેની વિશ્વસનીય અને મૂલ્યવાન ભાગીદારીને રેખાંકિત કરી હતી. બંને નેતાઓએ ભારત અને નેધરલેન્ડના નાગરિકો વચ્ચે ગાઢ સંબંધો બાંધવા અને શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં આદાનપ્રદાન વધારવા પર ભાર મૂક્યો હતો.
Site Admin | ડિસેમ્બર 19, 2024 8:34 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી