પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુરમાં રાજસ્થાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ 46 હજાર 300 કરોડ રૂપિયાના ઉર્જા, માર્ગ , રેલ્વે અને પાણી પુરવઠા સંબંધિત 24 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી એક જનસભાને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે.
Site Admin | ડિસેમ્બર 17, 2024 9:32 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી