પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે.લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આકાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ લોકોપોતાનાં વિચારો રજૂ કરશે. 27 ડિસેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે.આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાંસમગ્ર નેટવર્ક, AIRન્યૂઝ વેબસાઈટ અને newsonair મોબાઇલએપ પર કરવામાં આવશે. આ ઉપરાંત AIRન્યૂઝ, ડીડી ન્યૂઝ, PMOઅને માહિતી પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાંઆવશે. આકાશવાણી પર હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાંકાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 15, 2024 6:34 પી એમ(PM)