પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અગ્ર સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરશે. શ્રી મોદીએ ગઈકાલે આ પરિષદમાં અધ્યક્ષતા કરી હતી. આ ત્રણ દિવસીય પરિષદનો શુક્રવારથી પ્રારંભ થયો હતો. તેનો ઉદ્દેશ રાજ્યો સાથે મળીને એક સામાન્ય વિકાસ કાર્યસૂચિનું મૂલ્યાંકન અને અમલ કરવાનો છે. પરિષદનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારીને મજબૂત કરવાનો અને સહકારી સંઘવાદ, ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં વધુ સારું સંકલન સુનિશ્ચિત કરવાનો છે. તેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અગ્ર સચિવો, વરિષ્ઠ અધિકારીઓઅને નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.
મુખ્ય સચિવોની પરિષદ એ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સારું સંકલન સ્થાપિત કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનની એક મોટી પહેલ છે. પરિષદની મુખ્ય થીમ પ્રમોટિંગ એન્ટરપ્રેન્યોરશિપ, એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલિંગ- છે. જેમાં છ મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે – ઉત્પાદન, સેવાઓ, ગ્રામીણ, બિન-ખેતી, શહેરી, નવીનીકરણીય ઉર્જા અને પરિપત્ર અર્થતંત્ર છે.
Site Admin | ડિસેમ્બર 15, 2024 8:24 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી